Site icon Revoi.in

આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિન, અમદાવાદમાં વોકથોન યોજાઈ

Social Share

અમદાવાદઃ આજે 8મી સપ્ટેમ્બરનો દિન વિશ્વભરમાં ફિઝિયોથેરાપી દિન તરીકે ઊજવાયો હતો. જેમાં અમદાવાદમાં ફિઝિયોથેરાપીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકથોનને દિવ્યાંગ બાળકો સિદ્ધાર્થ, જ્હાન્વી અને દેવ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ વર્ષે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે પર વર્લ્ડ ફિઝિયોથેરાપીની થીમ “લો બેક પેઇન”. હતી. ગુજરાત ફિઝિયોથેરાપી ટીચર્સ એસોસિએશનનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં પીઠના દુખાવા અને તેની યોગ્ય ફિઝીયોથેરાપી સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

ગુજરાત ફિઝિયોથેરાપી ટીચર્સ એસોસિએશન (GPTA)એ ગુજરાતના ફિઝિયોથેરાપી શિક્ષકોનું જૂથ છે. જે શિક્ષકોના વિકાસ માટે કામ કરે છે. અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને તેમને વધુ સારા ફિઝિયોથેરાપિસ્ટ બનાવીને સમગ્ર પ્રેક્ટિસમાં મદદ કરે છે. વધુમાં તેનો હેતુ લોકોની ફિટનેસમાં સુધારો કરવાનો પણ છે અને તે જ સંદર્ભે 8મી સપ્ટેમ્બર 2024ના ‘વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ’ના અવસરે ફિઝિયોથેરાપી શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે 8મી સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિનની ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે જ વર્ષ 1951માં વર્લ્ડ ફિઝિયોથેરાપીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ ફિઝિયોથેરાપિસ્ટ માટે તેમના દર્દીઓ માટે તેમનું સમર્પિત કાર્ય બતાવવાનો દિવસ છે. વિશ્વભરના અહેવાલો સૂચવે છે કે, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની પ્રવૃત્તિઓ વ્યવસાયની પ્રોફાઇલ અને જાહેર જનતા અને નીતિ નિર્માતાઓ બંને સાથે ઊભા રહેવા પર હકારાત્મક અસર કરે છે. દર વર્ષે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ચોક્કસ થીમ સાથે ઉજવવામાં આવે છે અને આ વર્ષે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે પર વર્લ્ડ ફિઝિયોથેરાપીની થીમ છે “લો બેક પેઇન”. આ દિવસે ગુજરાત ફિઝિયોથેરાપી ટીચર્સ એસોસિએશનનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં પીઠના દુખાવા અને તેની યોગ્ય ફિઝીયોથેરાપી સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.

ગુજરાતની વિવિધ ફિઝિયોથેરાપી કોલેજોના 1000થી વધુ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ સાથે ફિટનેસની ભાવના કેળવવા અને સામાન્ય લોકોને પીઠની સંભાળ વિશે જાગૃત કરવા માટે અમદાવાદ ખાતે ભેગા થયા હતા. ઇવેન્ટને દિવ્યાંગ બાળકો સિદ્ધાર્થ, જ્હાન્વી અને દેવ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેઓ પોતે ફિટનેસલક્ષી છે અને જેવલાઇન થ્રો અને સ્વિમિંગ જેવી પેરા નેશનલ ગેમ્સનો ભાગ રહી ચૂક્યા છે. નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશન્સના ચેરપર્સન, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટના પ્રમુખ અને જીપીટીએના એક્સ ઓફિશિયો મેમ્બર ડો. યજ્ઞા શુક્લાની આગેવાનીમાં આ ઈવેન્ટમાં જીપીટીએના એક્સ ઓફિશિયો મેમ્બર ડો. નીતા વ્યાસ અને ડો. અંજલી સાથે હતા. જીપીટીએના પ્રમુખ ડો. કેતન પંડ્યા, સેક્રેટરી ડો. મિહિરદેવ ઝાલા, ખજાનચી ડો. શ્રદ્ધા દિવાન અને અમદાવાદ શાખાના વડા ડો.ઇદ્રિસ કોન્ટ્રાક્ટરની વર્તમાન ટીમે સફળતાપૂર્વક વોકાથોનનું સંચાલન કર્યું હતું.