નવી શિક્ષણ નીતિની એક વર્ષ પૂર્ણ થતા આજે પીમ મોદી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે
- નવી શિક્ષણ નીતિની એક વર્ષ પૂર્ણ
- પીમ મોદી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે
દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આજ રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નીતિ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કરશે. આ દરમિયાન, તેઓ નીતિને કારણે શિક્ષણ ક્ષેત્રે થયેલા ફેરફારો વિશે સંરપૂર્ણ માહિતી પણ આપશે.
વડા પ્રધાન કાર્યાલયએ બુધવારે એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે વડા પ્રધાન વર્ચ્યૂઅલ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કાર્યક્રમો શરૂ કરશે. આ સમય દરમિયાન, તેઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમનો વિકલ્પ પૂરો પાડતા ‘એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ’ ની શરુઆત કરશે.
આ સાથે જ તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પ્રથમ વર્ષનાં એન્જિનિયરીંગ કાર્યક્રમો અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટેની માર્ગદર્શિકા પણ રજૂ કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
tags:
pm modi