1. Home
  2. ગુજરાતી
  3. આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર
આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર

આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર

0
Social Share
  • પીએમ મોદી કરશે મનકી બાત
  • આજે વર્ષનો છેલ્લો એપિસોડ

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિવનાના છેલ્લા રવિવારના રોજ મન કી બાત ક્રાર્યક્રમ લઈને રેડિયો પર દેશવાસીઓ સાથએ રુબરુ થાય છે.ત્યારે આજે ક્રિસમસના દિવસે આ વર્ષનો છેલ્લો રવિરાર છે .પીએમ મોદી આજે મનકી બાત કાર્યક્મ  દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો મોકલવા આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનો આ 96મો એપિસોડ આજે પ્રસારિત થવા જઈ રહ્યો છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે 2022ની છેલ્લી મન કી બાત આ મહિનાની 25મીએ યોજાશે. હું આ કાર્યક્રમમાં  તમારા વિચારો સાંભળવા માટે આતુર છું. તે હું તમને નમો એપ, MyGov પર લખવા અને આ નંબર 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરું છું.

ઉલ્લેખનીય છે કે મન કી બાત કાર્યક્રમ આજે 25 ડિસેમ્બર 2022ના રોજ સવારે 11 વાગ્યે પ્રકાશિત થશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝનાયર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. જા

મકારી પ્રમાણે  આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન દેશવાસીઓ સાથે કોરોનાને લઈને સાવધ રહેવાની વાત પણ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે પીએમ લોકોને વિનંતી કરી શકે છે કે કોરોના ને લઈને હળવાશ ન લેશો. આજેની વાત કોરોનાના ટોપિક પર હોવાનું મનાઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code