Site icon Revoi.in

આજરોજ PM નેશનલ એપ્રેન્ટિસશિપ ફેરનું દેશભરના 25 રાજ્યોના 197 જિલ્લામાં થશે આયોજન

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળાનું આજે 12 ડિસેમ્બરને સોમવારે આજ રોજ આયઓજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો માટે રોજગારની તકોને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ યોજના હેઠળ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા રે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 197 સ્થળોએ આ મેળાનું આયોજન કરવામાં આવશે. 

સરકારનો હેતું આ વર્ષ સુધીમાં 10 લાખ અને 2026 સુધીમાં 60 લાખ એપ્રેન્ટિસશીપ તકો સુધી પહોંચવાની છે. દેશમાં દર મહિને એપ્રેન્ટિસશીપ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ માસિક સ્ટાઈપેન્ડ મળે છે.

ઉલ્લેખનીય છે કે એપ્રેન્ટિસશિપ દ્વારા સ્થાનિક યુવાનોને તેમની કારકિર્દીમાં યોગ્ય દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાઓમાં ઘણા સ્થાનિક ઉદ્યોગોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મેળામાં અનેક કંપનીઓ ભાગ લેશે,જે દરેક ક્ષેત્રમાં યુવાઓને તક આપશે, મેળામાં ભાગ લેનાર ઉમેદવારોને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરાશે, જે તેમની રોજગારીની તકોમાં સુધારો કરશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10 લાખ એપ્રેન્ટીસશીપનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે યુવાનો માટે એપ્રેન્ટિસશીપની તકોના સંદર્ભમાં દેશની તુલના વિકસિત દેશો સાથે કરવામાં આવે છે. આ અંતરને ભરવા માટે, અમેએપ્રેન્ટિસશીપ માટેની મહત્તમ તકો પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.