- 29 મહિલાઓને સમ્માનિત કરાશએ નારિ શક્તિ પુરસ્કાર
- વર્ષ 2020 અને 2021 માટે આ એવોર્ડ અપાઈ રહ્યા છે
દિલ્હી- વિશઅવભરમાં આજે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી મોદીએ નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓને મળ્યા હતા. મહિલા દિવસના એક દિવસ પહેલા તેમણે આ મહિલાઓ સાથે મહત્વપૂર્ણ વિચારો શેર કર્યા હતા. ત્યારે આજના આ ખાસ દિવસે રાષ્ટ્રપતિ આજે તેમને ‘નારી શક્તિ’ પુરસ્કારથી સમ્માનિત કરશે.
આજરોજ મંગળવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજરોજ મંગળવારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસર પર 2020 અને 2021 માટે ‘નારી શક્તિ’ પુરસ્કારો પ્રદાન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આપેલી માબહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે.
વર્ષ 2020 માટે ‘નારી શક્તિ’ પુરસ્કાર વિજેતાઓમાં ઉદ્યોગસાહસિકતા, કૃષિ, નવીનતા, સામાજિક કાર્ય, કળા, હસ્તકલા, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, દવા અને ગણિl અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.
જ્યારે વર્ષ 2021 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે ભાષાશાસ્ત્ર, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, સામાજિક કાર્ય, કલા, હસ્તકલા, મર્ચન્ટ નેવી, STEMM, શિક્ષણ, સાહિત્ય, વિકલાંગ વ્યક્તિઓના અધિકારો વગેરે ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે.
આ તમામ 28 પુરસ્કારો 29 મહિલાઓને સમર્પિત કરવામાં આવશે, જેમાં 2020 માટે 14 અને 2021 માટે 14 પુરસ્કારોનો સમાવેશ થશે. આ પુરસ્કારો તે મહિલાઓને આપવામાં આવશે જેમણે મહિલા સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ સેવા કરી છે. ઉલ્લેખનીય છે કે 2020મા આ ેવોર્ડ કોરોનાના કારણે આપી શકાયો વહતો