પીએમ મોદી આજે ‘જલ જીવન મિશન’ અંતર્ગત યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ
- જળ જીવન યોજના અતંર્ગત પીેમ મોદીનો સંવાદ
- પીએમ મોદી લાભાર્થી સાથે કરશે વાત
દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક યોજનાો હેઠળ યોજનાના લાભાર્થીઓ સાથે ઘણી વખત સંવાદ કરતા જોવા મળે છે, ત્યારે આજ રોજ ફરી દેશના પ્રધાનમંત્રી મોદી ગુજરાત, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ અને મણિપુર સહીતના કુલ પાંચ રાજ્યોમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
પીએમ મોદીના આ કાર્યક્રમની બાબતને લઈને ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર વાઘાણી માહિતી આપતા કહ્યું હતું કે 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે પીએમ મોદી ગુજરાતમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમના સાથે જોડાશે, દે દ્રી માર્ગી સંવાદનું આયોજન હશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણેપીએમ મોદી પાંચ રાજ્યોમાં જલ જીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે” આ સાથે જ ગુજરાત રાજ્યમાં 12 હજાર 84 ગામડાઓ સહિત 87.6 ટકા ઘરોને નળથી પાણીનું કનેક્શનનું પ્રદાન પણ કરાશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યાના કારણે પીએમ મોદી દ્વારા 15 ઓગસ્ટ 2019ના રોજ જલ મિશન અભિયાનની શરુઆત કરવામાં આવી હતી જેનો અત્યાર સુધી ઘણા લોકોએ લાભ લીધો છે.જેનો આરંભ લાલ કિલ્લા પચમાંથી કરાયો હતો આ સાથે જ આ મિશનનો મુખ્ય હેતું વર્ષ 2024 સુધીમાં દરેક ગામડાઓના ઘરે ઘરે નળનું પાણી પુરુ પાડવાનો છે.