Site icon Revoi.in

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

Social Share

દિલ્હી:દેશમાં આજે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ હવે કોરોનાનો કહેર શમી ગયો હોય ત્યારે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટયોત્સવની ધર્મોલ્લાસભેર આખા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી સહીત અનેક નેતાઓએ રામનવમીના પર્વની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમી પર દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ‘ભગવાન શ્રી રામની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે.જયશ્રી રામ….

આ ઉપરાંત અમિત શાહે પણ રામ નવમી નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ આપી.અને તેમણે કહ્યું કે,મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને મર્યાદાઓનું પાલન કરવાનું અને સત્ય અને સદાચારના માર્ગ પર ચાલવાનું શીખવે છે.ભગવાન શ્રી રામ દરેક પર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવે.