આજે “વિશ્વ આદિવાસી દિવસ” : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડબ્રહ્મા ખાતે રહ્યા ઉપસ્થિત
ખેડબ્રહ્મા : આજે 09 ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ વિશેષ દિવસને લઈ ખેડબ્રહ્માની આરડેકતા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાના 26 સ્થળો પર યોજાયેલ કાર્યક્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્માંથી સંબોધન કર્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 26 સ્થળો પર ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમને વીડિયો માધ્યમથી સંબોધન કર્યું હતું. જ્યાં મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ને આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે પૂછતા તેઓએ આરટીઓના નિયમ અનુસાર 30 કરતા વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષક ના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાત પણ તેઓએ સ્વીકારી હતી જોકે દાંતા તાલુકાની પાંચા પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન શિકાગો ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેઓને પૂછતા તેઓએ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી.