Site icon Revoi.in

‘મન કી બાત’નો આજનો 90મો એપિસોડ,PM મોદી 11 વાગ્યે કરશે સંબોધન 

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર “મન કી બાત” કરશે. પીએમ મોદીની મન કી બાતનો આ 90મો એપિસોડ હશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને ઈ-બુકની લિંક શેર કરી છે.આને શેર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તેમાં ગયા મહિનાની ખાસ મન કી બાત અને જીવનના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો દ્વારા લખાયેલા પ્રેક્ટિકલ લેખોનો સમાવેશ થાય છે.

આ પહેલા 20 જૂને પીએમ મોદીએ લોકોને મન કી બાત માટે તેમના મંતવ્યો શેર કરવા કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, ‘મને ખૂબ જ આનંદ છે કે આ મહિને યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશભરમાંથી ઘણા સૂચનો અને વિચારો મળી રહ્યા છે. તેમણે આગળ કહ્યું, MyGov અથવા NaMo એપ પર તમારા મંતવ્યો આપો.

પ્રાપ્ત માહિતી અનુસાર, PM મોદી આજે યોજાનારી મન કી બાતમાં વિવિધ વિષયો પર વાત કરી શકે છે. PM મોદી આગામી થોડા દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી 2022, દ્રૌપદી મુર્મુ વિશે પણ વાત કરી શકે છે.પીએમ મોદીએ વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમ દ્વારા પીએમ વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે.સામાન્ય રીતે આ કાર્યક્રમ મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.મન કી બાતનો પહેલો એપિસોડ ઓક્ટોબર 2014માં પ્રસારિત થયો હતો અને આજે તેનો 90મો એપિસોડ છે.