Site icon Revoi.in

આજનો કાળો દિવસ એટલે ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ ‘નો દિવસ- PM મોદી એ શહીદ થયેલા લોકોના બલિદાનને યાદ કર્યું

Social Share

આજનો કાળો અધ્યાય કઈ રીતે ભુલાઈ, 13 એપ્રિલ  જલિયાવાલા બાગમાં  અનેક લોકો શહીદ થયા હતા, વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 400 નિર્દેશ લોકો એ પોતાના જીવની આહુતિ આપી હતી જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જેમાં પંજાબમાં અંગ્રેજો સૈનિકોએ નિઃશસ્ત્ર જનતા પર  અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

https://twitter.com/narendramodi/status/1646359729160216576?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1646359729160216576%7Ctwgr%5E11e81a43567528a822f6a0f85a62bd868ff0d91c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.pmindia.gov.in%2Fen%2Fnews_updates%2Fpm-recalls-sacrifices-of-all-those-martyred-on-this-day-in-jallianwala-bagh%2F

જલિયાવાલા બાગ હત્યાકાંડ અથવા અમૃતસર હત્યાકાંડ, ત્યાંના લોકો માટે એક દુખદ ઘટના હતી, જે પંજાબ રાજ્યના અમૃતસરમાં બનેલા સ્મારક દ્વારા આજે પણ ભારતના લોકો યાદ કરે છે.

બ્રિટિશ શાસનના સૈનિકો દ્વારા હત્યાકાંડમાં પોતાનો જીવ આપનારાઓને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌપ્રથમ 1951 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે એટલે કે 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે પંજાબી સંસ્કૃતિના સૌથી પ્રસિદ્ધ તહેવાર પંજાબી નવું વર્ષ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

રોલેટ એક્ટના વિરોધમાં 13 એપ્રિલ, 1919ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પુરુષ-સ્ત્રો અને બાળકો સહિત લગભગ 5000 જેટલા લોકો એકઠા થયા હતા. આ સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વારે પહોંચે છે. તેમણે  આવીને તરત સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.

ગોળીબારના કારણે તરત ભાગદોડ મચી ગઈ. સૈનિકોએ લગભગ 10 મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ ડ ગોળીઓ છોડી હતી, જેમાં લગભગ 400 નિર્દેષ લોકોના મોત થયા હતા. જલિયાંવાલા બાગમાં લગાવેલી તકતી અનુસાર 120 મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં 484 શહિદોની યાદી છે, જ્યારે જલિયાંવાલા બાગમાં 388 શહિદોની યાદી મૂકવામાં આવી છે.

વસાહતી બ્રિટિશ રાજના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગભગ 379 લોકો માર્યા ગયા હતા અને 1100 લોકો ઘાયલ થયા હતા, જ્યારે સિવિલ સર્જન (ડૉ. સ્મિથ)ના જણાવ્યા અનુસાર, 1526 લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ હતો પરંતુ ચોક્કસ આંકડાઓ અનિશ્ચિત છે.

જલિયાલાલા બાગ શું છે જાણો ?

જલિયાવાલા બાગ મેદાન, લગભગ 6.5 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે, તે સુવર્ણ મંદિર સંકુલની બાજુમાં છે, જે શીખો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે.જલિયાવાલા બાગ 1919માં જલિયાવાલા બાગમાં થયેલા મોટા નરસંહારને કારણે ભારતીય ઈતિહાસમાં પ્રખ્યાત નામ અને સ્થાન બની ગયું હતું.

ભારતના પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં સ્થિત એક જાહેર ઉદ્યાન છે. ભારતના પંજાબ રાજ્યમાં શાંતિપ્રેમી લોકોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્થળ તરીકે પ્રખ્યાત છે.આજે દેશભર અને વિદેશના લોકો અહીની મુલાકાત લેવા આવે છે.