Site icon Revoi.in

આઝાદીનો આજનો પર્વ બન્યો ખાસ- દોઢ કરડો ભારતવાસીઓ એ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને ‘રાષ્ટ્રગાન ડોટ ઈન’ પર અપલોડ કર્યું

Social Share

દિલ્હીઃ આજે ભારત પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. પીએમ મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવીને જશ્ન-એ-આઝાદીની શરૂઆત કરે તે આ પહેલા દેશના લગભગ 1.5 કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને આઝાદીના પ્રવને કાસ બનાવ્યો છે.

આ બાબતે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દોઢ કરોડથી વધુ ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કર્યું હતું અને તેને સરકારના પોર્ટલ રાષ્ટ્રગીત.ઇન પર અપલોડ કર્યું હતું.

સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, “ભારત અને વિશ્વભરના 1.5 કરોડથી વધુ ભારતીયોએ આ ખાસ પ્રસંગે તેમના વીડિયો રેકોર્ડ કરીને તેને અપલોડ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ ભારતની સહજ એકતા, શક્તિ અને સંવાદિતાનો પુરાવો છે

ઉલ્લેખનીય છે કે 25 જુલાઈના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં દેશની જનતાને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા માટેની હાકલ કરી હતી. મંત્રાલયે લોકો માટે 15 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવાનો અને વેબસાઇટ પર અપલોડ કરવાનો કાર્યક્રમ બનાવ્યો હતો.ઉલ્લખેનીય છે કે સરકારે દરેક શાળા માટે રાષ્ટ્રગીત રેકોર્ડ કરવું ફરજિયાત બનાવ્યું હતું.