દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં કેટલીક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. પુરુષ હોકી ટીમે વર્ષો બાદ મેડલ જીત્યો હતો. જ્યારે નિરજ ચોપડાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતા. હવે ટોક્યો 2020માં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્ક્રુટ પ્રદર્શન કરવા તૈયાર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 17 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય પેરા-એથ્લેટ દળ સાથે સંવાદ કરશે. કુલ 9 રમત સ્પર્ધાઓમાંથી 54 પેરા રમતવીરો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. આ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. સંવાદ દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી પણ ઉપસ્થિત રહેશે.