Site icon Revoi.in

ટોક્યો ઓલમ્પિક-2020: તિરંદાજી ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે થશે મુકાબલો

Social Share

નવી દિલ્લી: ટોક્યોમાં રમાઈ રહેલી ઓલમ્પિક રમતોમાં ભારતના અતનુદાસ, પ્રવિણ જાદવ અને તરૂણદિપ રાયની ટીમે કઝાકિસ્તાનને 6-2થી પરાજય આપ્યો છે. પુરુષોની તિરંદાજી સ્પર્ધાની ટીમ ઈવેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચુકી છે. આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે.

ભારતની ભવાની દેવીએ તલવારબાજીમાં 32માં રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તેમણે ટ્યુનિશિયાની નાદિયા અઝીઝીને 15-3થી પરાજય આપ્યો હતો. બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના સાત્વિક સાંઈરાજ, રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આજે પુરુષોની ડબલ્સની મેચમાં ઈન્ડોનેશિયાના માર્કસ અને કેવીનની જોડી સામે રમશે.

બોક્સિંગમાં ભારતના આશિષ કુમાર અને ચીનના તાઉહેતા એર્બીકે વચ્ચે આજે સાંજે મુકાબલો થશે. આજે સાંજે મહિલા હોકી સ્પર્ધામાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે.

ભારત તરફથી રમનારા પ્લેયર દ્વારા અત્યાર સુધી સારુ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે અને કેટલાક ખેલાડી દ્વારા દેશ માટે મેડલ પણ જીતવામાં આવ્યા છે. ચાનુ સૈખોમ મીરાબાઈ વેઈટલિફ્ટિંગમાં અને હરિયાણાની કુસ્તીબાજ પ્રિયા મલિક દ્વારા ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં આવ્યો છે.