Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ એક ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવાને બદલે દર્શાવી ખેલદીલી

Social Share

દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિસ ચાલી રહ્યું છે. જેમાં દેશ-દુનિયાના ખેલાડીઓ વિવિધ ગેમ્સના ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં ખેલદિલીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. રમતમાં એક એથ્લેટ ઈજાગ્રસ્ત થતા હરિફ ખેલાડીએ તેને ગોલ્ડ મેડલ આપવા વિનંતી કરી હતી. અંતે બંને ખેલાડીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કતારના મુતાજ એસ્સા બારશિમ અને ઇટાલીના ગિયાનમાર્કો તાંબેરી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોના હાઈ જમ્પ ઈવેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. બારશિમ અને અને તાંબેરી બન્ને 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી અને એક સાથે બન્ને પ્રથમ નંબર પર રહ્યા હતા. ત્યાર બાદ ઈવેન્ટના અધિકારીઓએ બન્નેને વધુ ત્રણ-ત્રણ જંપ લગાવવા કહ્યું હતું. બન્ને પૈકી કોઈ પણ એથ્લીટ આ ત્રણ જંપમાં 2.37 મીટરથી ઉપર કૂદી શક્યા ન હતા. જ્યારે એક્સ્ટ્રા જંપ બાદ પણ વિજેતા અંગે નિર્ણય કરી શકાયો નહીં તો અધિકારીએ તેમને વધુ એક-એક વખત જંપ લગાવવા કહ્યું હતું. દરમિયાન તાંબેરીને પગમાં ઈજા થતા અંતે પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. આ વખતે ગોલ્ડ મેડલને બદલે એસ્સા બારશિમએ ખેલદિલી બતાવી હતી. તેમજ અધિકારીને પૂછ્યું હતું કે જો તે પણ પોતાનું નામ પાછું ખેચી લેશે તો શું થશે. જેથી અધિકારીએ કહ્યું હતું કે, જો તમે પણ નામ પરત લો છો તો અમારે બન્નેને ગોલ્ડ આપવાનો રહેશે. બારશિમે ત્યારબાદ અંતિમ જંપથી પોતાનું નામ પાછું લઈ લીધું અને ત્યાર બાદ બન્નેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. બારશિમના નિર્ણયને દુનિયાભરના ખેલાડીઓએ વખાણ્યો હતો.