Site icon Revoi.in

ટોક્યો ઓલમ્પિકઃ હોકીની રમતમાં ભારત મેડલ તરફ આગળ વધ્યું,  શાનદાર પ્રદર્શન સાથે  ન્યૂઝિલેન્ડને  હરાવ્યું

Social Share

દિલ્હીઃ  સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય અને ત્રીજી લહેરની શંકાઓ  વચ્ચે 23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ દિવસે દેશને કોઈ મોટી સફળતા મળી ન હતી, પરંતુ આજે ઓલિમ્પિક રમતોના બીજા દિવસે ભારતીય ખેલાડીઓ અનેક રમતમાં મેડલ જીતવા તરફ આગળ વધતા જોવા મળ્યા છે જેને લઈને દેશવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ રમતોમાં તીરંદાજી, શૂટિંગ, બેડમિંટન, હોકી, જુડો, રોઇંગ, ટેબલ ટેનિસ, ટેનિસ અને વેઇટ લિફ્ટિંગનો સમાવેશ થાય છે. બીજા દિવસે દીપિકા કુમારી-પ્રવીણ જાધવની જોડીએ આર્ચેરીની મિશ્ર ટીમ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવીને તેમની મેડલની આશાઓ વધારી દીધી હતી.

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને મેડલ તરફ આગળ એક ડગ માંડ્યું છે. રૂપિંદર પાલસિંહે પ્રથમ ક્વાર્ટરમાં ભારત તરફથી પહેલો ગોલ કર્યો હતો. બીજી બાજુ, કેન રસેલે ન્યુ ઝિલેન્ડ માટે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો અને ટીમને હરાવવા સામે ડગ ભર્યું હતું.

ત્યાર બાદ બીજા ક્વાર્ટરમાં બંને ટીમો દ્વારા બરાબરી સાથે હોકી રમાઈ હતી. બંને હરીફો એકબીજા સામે ગોલ કરવા માટે પ્રયત્ન કરતા હતા. પરંતુ જ્યારે બીજો ક્વાર્ટર સમાપ્ત થયો ત્યારે બંને ટીમો 1-1થી બરાબરી પર રહી હતી. એટલે કે, બીજા ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહીં.