Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ ભારત આ વખતે 17થી વધારે મેડલ જીતે તેવી શક્યતા

Social Share

દિલ્હીઃ આ વખતે ભારતના વધારે ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. ભારતીય સ્ક્વોડમાં 228 મેમ્બર અને 124 એથલીટ હશે. જેમાં 69 પુરુષ અને 55 મહિલા એથલીટ અને બાકી સ્ટાફ મેમ્બરનો સમાવેશ થાય છે. ભારતીય એથલીટ આ વખતે 85 મેડલ માટે દાવેદારી રજૂ કરશે. એક સ્પોર્ટ્સ ડેટા કંપનીના મતે આ વખતે ભારત ગત વખતની સરખામણીમાં વધારે મેડલ જીતશે. 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતે સૌથી વધારે 6 મેડલ જીત્યાં હતા. રિપોર્ટ અનુસાર ભારતીય ઓલિમ્પિક ટીમ આ વખતે 17થી વધારે મેડલ જીતે તેવી શકયતા છે.

ભારત અત્યાર સુધી સૌથી વધારે સફળ 2012 લંડન ઓલિમ્પિકમાં રહ્યું હતું. તે સમયે ભારતને 2 સિલ્વર અને 4 કાંસ્ય મળીને 6 મેડલ મળ્યાં હતા. 2008 બીજીંગ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ અને બે કાંસ્ય મળીને 3 મેડલ જીત્યાં હતા. 2016 રિયો ઓલિમ્પિક, 1952 હેલસિંકિ ઓલિમ્પિક અને 1900 પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બે-બે મેડલ મળ્યાં હતા.

રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતીય ટીમને 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 કાંસ્પ મેડલ જીતવામાં સફળતા મળે તેવી શકયતા છે. શૂટિંગમાં 8, બોક્સિંગમાં 4, રેસલિંગમાં 3 અને વેટલિફ્ટિંગ અને આર્ચરીમાં એક મેડલ જીતે તેવી શકયતા છે. ભારતે અત્યાર સુધીમાં 24 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. જે પૈકી 6 ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીત્યો ન હતો. દુનિયાભરના દેશોની સરખામણીએ ભારત ઓલિમ્પિક મેડલ ટેલીમાં 53માં ક્રમે છે. ઓલિમ્પિકની ઓલ ટાઈમ મેડલ ટેલીમાં ટોપ ટેનમાં અમેરિકા, સોવિયત સંધ, બ્રિટન, ચીન, ફ્રાંસ, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. અમેરિકાએ અત્યાર સુધીમાં 2522, સોવિયત સંઘે 1010, ગ્રેટ બ્રિટને 851 મેડલ પોતાના નામે કર્યાં છે.