દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતને ભારતનું ગૌરવ વધારનારી મીરાબાઈ પરત ભારત આવતા કેન્દ્ર સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મણિપુર સરકારે તેમની એડિશનલ એસપી તરીકે મણિપુર પોલીસમાં નિયુક્તિ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું પરત ભારત પહોંચી હતી. દિલ્હી એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર જ સુરક્ષા જવાનોએ તેમનું ભારતીય ખેલ પ્રાધિકરણના અધિકારીઓએ સન્માન કર્યું હતું. તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં મીરાબાઈ ચાનું અને તેમના કોચ વિજય શર્માનું કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી જીકે રેડ્ડી, પૂર્વ મંત્રી કિરેન રિજીજુ અને અસમના પૂર્વ મુખ્યમંત્રી વર્બાનંદ સોનોવાલ અને નિસિથ પ્રમાણિકએ સન્માન કર્યું હતું.
મીરાભાઈએ પરત ભારત આવ્યાં બાદ ટ્વીટ કર્યું હતું કે, આટલો પ્રેમ અને સમર્થન વચ્ચે અહીં પરત આવીને ખુશી થઈ રહી છે. ખુબ ખુબ આભાર. 26 વર્ષિય મીરાબાઈએ ટોક્યોથી નીકળતા પહેલા ટ્વીટ કર્યું હતું. ત્યારે તેમણે લખ્યું હતું કે, ઘર પરત જઈ રહ્યું છે. મારા જીવનના યાદગાર ક્ષણ આપવા માટે ધન્યવાદ ટોક્ટો 2020.
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી પદ પર તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પરાંત મુખ્યમંત્રી એન બીરેન સિંહે જણાવ્યું હતું કે, મીરાબાઈને રાજ્ય સરકાર તરફથી એક કરોડનું ઈનામ પણ અપાશે.
(Photo - Social Media)