દિલ્હીઃ તાજેતરમાં જ ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યાં હતા. આ ઉપરાંત ઓલિમ્પિકમાં સાતેક મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દરમિયાન હાલ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ યોજાઈ રહી છે. જેમાં ભારતની અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. પેરાલિમ્પિક્સમાં છેલ્લો પાંચમો દિવસ ભારત માટે મહત્વનો રહ્યો હતો. શૂટિંગમાં પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત આજે ઘણા ભારતીય ખેલાડીઓ શૂટિંગ અને એથ્લેટિક્સમાં પોતાની તાકાત બતાવશે. ગુજરાતની
એક દીકરીએ પણ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીએ પ્રથમ ગોલ્ડ મેડલ જીતતા દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો તેને શુભકામનાઓ આપી રહ્યાં છે.