અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારા ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેથી કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરતી જનતાના ખિસ્સાને અસર પડી છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ટોલટેક્સમાં રૂ. 5થી 15 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી એક્સપ્રેસ-વે પરથી ગણતરીના કલાકોમાં વડોદરા પહોંચી જવાતું હોવથી દરરોજ મોટી સંખ્યામાં આ એક્સપ્રેસ-વે ઉપરથી પસાર થાય છે. હવે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થનાર વાહનચાલકે રૂ. 5 થી 15 સુધીનો વધારો ટોલ ટેક્સ પર ચુકવવો પડશે. અગાઉ વડોદરાથી અમદાવનો કારનો ટોલ ટેક્સ રૂપિયા 100 હતો. હવે 115 રૂપિયા કારચાલકે ચુકવવાના રહેશે. ભાવ વધારો થતા વડોદરા એક્સપ્રેસ-વે પરથી પસાર થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી અહીંથી પસાર થતા પેસેન્જર વાહનો પણ ભાડામાં વધારો કરે તેવી શકયતા છે.