કેન્દ્ન દ્રારા તમામ જાહેર માર્ગના બાંધકામના ખર્ચ તર્કસંગ બનાવાથી ટોલ ટેક્સના દરો ઓછા થશે ,વસુતાલની સમયમર્યાદા પણ ઘટાડાશે
- ટોલ ટેક્સમાં અપાશે રહાત
- ટેક્સના દરોમાં કરાશે ઘટાડો
- કેન્દ્રએ જારી કર્યા છે નવા નિયમો
દિલ્હીઃ- દેશભરમાં ટોલટેક્સ મોટા પ્રમાણમાં વસુલવામાં આવતો હોય છે ત્યારે હવે આ દરોમાં ઘટાડો કરવાની યોજના બનાવાઈ છે પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે તમામ પ્રકારના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને પુલોના નિર્માણની કિંમતને તર્કસંગત બનાવી છે. સરકારના આ નિર્ણયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સના દરો ઘટશે અને તેની વસૂલાતનો સમયગાળો ઘટશે. જેનો સીધો ફાયદો રોડ પર ચાલનારા વાહન ચાલકોને થશે. તે જ સમયે, નવા નિયમથી હાઇવે પ્રોજેક્ટ્સના મનમાની ખર્ચ નિર્ધારણ પર પણ અંકુશ આવશે.
આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ગયા અઠવાડિયે નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમો કન્સલ્ટન્ટ્સ અને અધિકારીઓની મિલીભગતથી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં રોડ પ્રોજેક્ટની કિંમતને અતિશયોક્તિ કરવાની વૃત્તિને રોકશે. જેનાથી રોડવાહનો પાસેથી થતી લૂંટ અને ગેરઉપયોગમાં ઘટાડો થશે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે ટુ-લેન, ફોર-લેન અને સિક્સ-લેન નેશનલ હાઇવેના નિર્માણ ઉપરાંત, વિભાગે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને બ્રિજના બાંધકામ માટેના દરો નક્કી કર્યા છે.તેમણે કહ્યું કે મંત્રાલય દ્વારા હાઈવે નિર્માણના ખર્ચને તર્કસંગત બનાવ્યા બાદ હવે કન્સલ્ટન્ટ ડીપીઆરમાં પ્રોજેક્ટની કિંમતમાં વધારો કરી શકશે નહીં.
જો કે, પર્વતીય વિસ્તારોમાં અને ખાસ સંજોગોમાં, તેમની કિંમત વધી શકે છે. પરંતુ આ માટે એન્જિનિયર પ્રોજેક્ટની સમીક્ષા કરશે. ત્યાર બાદ જ ખર્ચ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કિંમત પ્રમાણે જ ટોલ ટેક્સના દરો અને વસૂલાતનો સમયગાળો નક્કી કરવામાં આવે છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પેવશોલ્ડર એટલે કે પાંચ કિલોમીટર સાથે ગ્રીનફિલ્ડ ટુ-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની કિંમત 21.400 કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. નવા ધોરીમાર્ગના નિર્માણ માટે ખર્ચમાં જમીન સંપાદન, ધરતીનું કામ, કોલસાના ટાર, પત્થરો, જમીનથી ઊંચાઈ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ રીતે નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પ્રતિ કિલોમીટર કિંમત રૂ. 4.280 કરોડ નક્કી કરવામાં આવી છે. આર્થાત હવે કોઈ પણ આડેધડ અને મનફાવે તે રીતે દરોની વસુલી કરી શકશે નહી કેન્દ્રએ નક્કી કરેલા દરો પ્રમાણે હવે ટેક્સની કિંમતો વસુલવનામાં આવશે.