Site icon Revoi.in

ખેડૂતોએ ટામેટા મોંઘા થવાની આપી ચેતવણી, જાણો તે પાછળનું કારણ

Social Share

અમદાવાદ:હાલના સમયમાં લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે તે કોઈને પોસાય તેમ નથી. લીંબુના ભાવ કેમ વધી ગયા છે તેની પાછળનું સટીક કારણ જાણવા મળ્યું નથી પણ હવે ખેડૂતો દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં ટામેટાના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી શકે છે.

વાત એવી છે કે ટામેટાના પાક પર જીવાતનો હુમલો છે. જેનું નામ ટૂટા એબ્સલૂટા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ પાક તેની પકડમાં છે. આવી સ્થિતિમાં ટામેટા મોંઘા થવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે.

હાલમાં ટામેટાની કિંમત ક્વોલિટીના આધારે અલગ-અલગ શહેરોમાં 25થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. ઉત્પાદન ઘટશે તો ભાવ વધશે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તેની વ્યાપકપણે ખેતી થાય છે. ભલે ખેડૂતોએ તેની મોંઘવારીનો અંદાજ લગાવ્યો હોય, પરંતુ તે એવો પાક નથી કે જેનો સંગ્રહ કરીને લાંબો સમય રાખી શકાય. આવી સ્થિતિમાં, તમારે તેને મોંઘા ભાવે ખરીદવા માટે તૈયાર રહેવું પડી શકે છે.