કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર યથાવત,80 બાળકો સંક્રમિત, રેડ એલર્ટ જારી
- કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર
- 80 બાળકો સંક્રમિત
- રેડ એલર્ટ જારી
થીરુવાનાન્થાપુરમ:કોરોનાના કહેરની વચ્ચે વધુ એક નવા વાયરસે દસ્તક આપી છે.ખરેખર, કેરળમાં આ દિવસોમાં ટોમેટો ફીવર સતત હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ કેરળના ઘણા વિસ્તારોમાં નોંધાયો છે,આ ટોમેટો ફીવર વાયરસથી મુખ્યત્વે બાળકો સંક્રમિત થઇ રહ્યા છે.
કેરળમાં લગભગ 80 બાળકોમાં ટોમેટો ફીવરની પુષ્ટિ થયા બાદ તમિલનાડુમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.તમિલનાડુએ કેરળની સરહદે આવેલા જિલ્લાઓ અને ગામડાઓ પર નજર રાખવા જણાવ્યું છે.પ્રારંભિક માહિતી અનુસાર, પ્રથમ કેસ કેરળના આર્યનકાવુ, અંચલ અને નેદુવથુરમાં નોંધાયા હતા.આરોગ્ય મંત્રી કે.સુધાકરે નિર્દેશ આપ્યો છે કે,કેરળથી દક્ષિણ કન્નડ, ઉડુપી, કોડાગુ, ચમારાજનગર અને મૈસૂર સુધીના દૈનિક મુસાફરો પર કડક જાગરૂકતા રાખવામાં આવે.
જો કે, કેરળ સિવાય હજુ સુધી આ રોગ અન્ય કોઈ રાજ્યમાં ફેલાયો હોવાની કોઈ માહિતી મળી નથી.જે બાળકોને આ રોગનો ચેપ લાગ્યો છે તેમના શરીર પર ટોમેટો જેવા ગોળાકાર ફોલ્લીઓ થઇ રહી છે.આ સિવાય ટોમેટો ફ્લૂના ચેપ દરમિયાન વધુ તાવની સમસ્યા પણ જોવા મળી રહી છે.