Site icon Revoi.in

કેરળમાં વર્તાઈ રહ્યો છે ટોમેટો ફ્લુનો કહેર – અત્યાર સુધી 82 બાળકો સંક્રમિત થયા હોવાનો રિપોર્ટમાં દાવો

Social Share

કેરળઃ- દેશભરમાં નાની મોટી બીમારીઓ જોવા મળી રહી છે,કોરોના મંકિપોક્સ, સ્વાઈન ફિવર અને હવે કેરળમાં ટોમેટો ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે આ ફ્લૂથી અત્યાર સુધીમાં 82 બાળકો સંક્રનમિત થયા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છેકેરળમાં ટોમેટો ફ્લૂને લઈને  ગુજરાતના સંશોધકોએ એવો પણ દાવો કર્યો છે કે આ વર્ષે 6 મેથી જુલાઈ વચ્ચે 82 બાળકોને ટોમેટો ફ્લૂનું સંક્રમણ જોવા મળ્યું છે. જો કે કેરળ સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ માહિતી શેર કરાઈ નથી

જો કે જનરલમાં પ્રકાશિત રિપોર્ટમાં આ બબાતે સંશોધકોએ કહ્યું કે આ રોગમાં ત્વચા પર લાલ નિશાન દેખાવા લાગે છે અને મોટા પિમ્પલ્સ પણ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મંકીપોક્સ ચેપમાં પણ સમાન લક્ષણો જોવા મળી રહ્યા છે. લાલ ફોલ્લાઓને કારણે તેને ટોમેટો ફ્લૂ નામ આપવામાં આવ્યું છે.

આ રિપોર્ટ અમદાવાદના નિષ્ણાંતો દ્રારા તૈયાર કરવામાં આવ્યો

 એલએમ કોલેજ ઓફ ફાર્મસી, ગુજરાતના સિનિયર પ્રોફેસરએ જણાવ્યું હતું કે આ રોગ થાક, ઉબકા, ઉલટી, ઝાડા, તાવ, પાણી ઓછું થવું, સાંધામાં સોજો, શરીરમાં દુખાવો અને સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો દર્શાવે છે. અભ્યાસ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો હજુ પણ એ જાણવાનો પ્રાયસ કરી રહ્યા છે કે શરીર પર આ લક્ષણો કયા કારણોસર દેખાય છે.

અમદાવાદની એલજે યુનિવર્સિટીના સંશોધકે જણાવ્યું હતું કે કેરળના કોલ્લમ જિલ્લામાં આ વર્ષે 6 મેના રોજ ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો. અત્યાર સુધી આ સંક્રમણ વિશે બહુ જાણી શકાયું નથી, પરંતુ તે વધુ ગંભીર નથી અને તેમાં જીવનું જોખમ નથી.