ટામેટાના રસથી શરીરને થાય છે ગજબ ફાયદા,જાણો
ટામેટા એ એવી જરૂરીયાત છે કે તેના વગર રસોઈ અધુરી લાગે, એવુ પણ કહી શકાય કે શાક અને દાળમાં જો ટામેટા સમારીને નાખવામાં આવે તો તે રસોઈનો સ્વાદ પણ બદલી દે છે પણ કેટલાક લોકોને આ વાત વિશે જાણ હશે નહીં કે ટામેટાથી શરીરને અનેક પ્રકારના ફાયદા પણ થાય છે.
જો સૌથી પહેલા ફાયદા વિશે વાત કરવામાં આવે તો ટામેટાના રસમાં વિટામિન સી, પોટેશિયમ, કેરોટીન, વિટામિન ઇ, ફોલેટ, કેરોટીન અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો હોય છે. તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ટામેટાના રસમાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તેમાં લાઇકોપીન અને બીટા કેરોટીન જેવા પોષક તત્વો હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ટામેટાના અન્ય ફાયદા વિશે વાત કરવામાં આવે તો ટામેટાંનો રસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ કામ કરે છે. દરરોજ તેનું સેવન કરવાથી કિડની અને લીવરના કાર્યોમાં સુધારો થાય છે અને ટામેટાના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની વધારવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ટામેટાંમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં લાઇકોપીન, બીટા કેરોટીન અને વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે. તેઓ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
(આ લેખને જાણકારીને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી)