બેંગલુરુઃ- છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા હતા ત્યારે હવે કેટલાક શહેરોમાં ટામેટા પ્રતિ કિલો 50 થી 60 રુપિયે વેચાતા થયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિમાં કર્ણટાકમાં ટામેટાના ભાવ મોંધવારી પહેલાના સમયમાં પરત ફર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણટાકના બેંગલુરુમાં ટામેટા હવે પ્રતિ કિલો 20 રુપિયે વેચાતા જોવા મળી રહ્યા છએ જેને લઈને ગૃહિણીઓએ પણ રાહતના શ્વાસ લીઘા છે. કેટલાક અઠવાડિયા પહેલા સુધી પેટ્રોલ માર્કેટમાં 140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વેચાઈ રહેલા ટામેટાનો ભાવ હવે સપ્લાયમાં સુધારો થવાના કારણ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે.
ટામેટાના ભાવ ઘટવાને લઈને અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી જો મૈસુરની વાત કરીએ તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીમાં ટામેટાની કિંમત રવિવારે ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. મૈસુર APMC સેક્રેટરી જણાવ્યું હતું કે, “સપ્લાયમાં સુધારાને કારણે ગયા અઠવાડિયે ટામેટાની સરેરાશ કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો હતી.”
આ સહીત બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિનાની સરખામણીએ ટામેટાના પુરવઠામાં બેથી ત્રણ ગણો સુધારો થયો છે, જેના કારણે તેના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. ગયા મહિને, મૈસુર એપીએમસીમાં જથ્થાબંધ દરે ટામેટાની સૌથી વધુ કિંમત 140 રૂપિયા પ્રતિ કિલો હતી.જો કે હવે તે 20 સુઘી આવી ચૂકી છે.