ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે ટામેટા પીસીને તેમાં દહી મીળાવું જોઈએ. આ પેસ્ટને ચહેરા ઉપર 20 મિનિટ લગાવ્યા બાદ ધોઈ લેવો જોઈએ.
ટામેટા અને મધનું ફેસ પેક પણ ચહેરા માટે ફાયદામંદ થઈ શકે છે. આ માટે તમારે પીસેલા ટામેટામાં મધ મિલાવીને પેસ્ટ બનાવવું જોઈએ. આ પેસ્ટને ચહેરા અને ગર્દન ઉપર લગાવવું જોઈએ. 20 મિનિટ બાદ તેને ધોઈ લેવું જોઈએ.
આપ ટામેટાનો રસ કાઢીને તેને સીધો ચહેરા ઉપર લગાવી શકાય છે. આ રસ ચહેરા ઉપર લગાવ્યા બાદ 20 મિનિટ પછી ધોઈ લેવો જોઈએ. આવુ કરવાની ત્વચા હાઈડ્રેટ રહેશે અને આપની ત્વચા ચમકી ઉઠશે. આપ ટમાટેની મદદથી સ્ક્રબ પણ બનાવી શકો છો. આ માટે એક ટામેટાને તેમાં એક ચમકી બેસન મીક્સ કરવું જોઈએ.
ટામેટા અને બેસનની મદદથી બનાવેલા પેસ્ટથી પાંચ મિનિટ સુધી મસાજ કરવું જોઈએ. જેથી ચહેરા પરની ડેડ સ્ક્રીન નિકળશે તથા ત્વચા ઉપર નિખાર આવશે. આનો ઉપયોગ કરતા પહેલા તેને પેચ ટેસ્ટ કરવો જરુરી છે, કેમ કે કેટલાક લોકોને આનો ઉપયોગ કરવાથી એલર્જી થઈ જાય છે. જો આવું હોય તો તબીબની સલાહ લેવી જોઈએ.