13 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા છે.ગુરુ અને શિષ્યની પરંપરા ધરાવતા ભારત દેશમાં આ પર્વનું ધાર્મિક દ્વષ્ટીએ ખૂબ મહત્વ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમાની રાત્રે અવકાશમાં કંઇક અલગ જ નજારો જોવા મળશે. ચંદ્રમાં પૃથ્વીની સૌથી નજીક હશે આથી ચંદ્રનો આકાર સામાન્ય કરતા 14 ગણો મોટો દેખાશે.એટલું જ નહી 30 ટકા વધારે ચળકતો પણ હશે.
ખગોળશાસ્ત્રમાં આ ઘટનાને સુપર મૂન કે બક મૂન કહેવામાં આવે છે.આ ખગોળીય ઘટના સમયે ચંદ્રનું પૃથ્વીથી અંતર 357264 કિમી જે સૌથી ઓછું હશે. સામાન્ય રીતે ચંદ્રનું પૃથ્વીથી અંતર 384403 છે. એ હિસાબે ચંદ્ર 27139 કિમી વધારે નજીક હશે. ખગોળ વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર પૂનમની અસર 3 દિવસ સુધી રહે છે અને 14 જુલાઇના રોજ ચંદ્રને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે,ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદથી વ્યક્તિને ધન, સુખ અને શાંતિના આશીર્વાદ મળી શકે છે.