- આવતી કાલે અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકનું ઉદ્ઘાટન
- આ ઉદ્ધાટન સમારોહમાં પીએમ મોદી વર્ચ્યૂઅલ રીતે જોડાશે
લખનૌઃ- આવતી કાલે 28 સપ્ચેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે સંગીતની મહારાણી શુરોની કોકિલા એવા સ્વર્ગવાસી લતામંગેશકરના નામના ચોકનો ઉદ્ધાટન સમારોહ યોજાનાર છે, લતાજીના નામ પર રાખવામાં આવેલ સ્મૃતિ ચોકના આ ઉદ્ધાટન સમારોહમાં આવતી કાલે સવારે 10:50 વાગ્યે શરૂ થશે અને 12:25 વાગ્યા સુધી ચાલશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાશે જ્યારે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથ ક્રોસરોડ્સનું ઉદ્ઘાટન કરનાર છે.ઉદ્ઘાટન બાદ તમામ મહેમાનો રામકથા પાર્ક પહોંચશે. જ્યાં લતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
આ સાથે જ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી પણ લોકાર્પણ સમારોહમાં હાજરી આપશે. લતા મંગેશકર ચોકના ઉદ્ઘાટન સમારોહમાં તેમના ભત્રીજા આદિનાથ મંગેશકર અને પુત્રવધૂ કૃષ્ણા પણ ઉપસ્થિત રહેશે. આ સહીત આ સમારોહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને રાજ્ય સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જયવીર સિંહ અને સંત-ધર્માચાર્ય પણ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે અયોધ્યા શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત રામાયણના વૈશ્વિક જ્ઞાનકોશના 11 પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.