- 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ
- આજે 63મો સ્થાપના દિવસની થશે ઉજવણી
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા વસે ગુજરાત………………. જી હા આપણાને ગર્વ છે કે આપણે ગુજરાતી છએ,ગુજરાતીઓ માત્રે દેશમાં જ નહી વિદેશોમાં પણ હવે વસવા લાગ્યા છએ અને ગુજરાતી ભાષાઓ વિદેશમાં પણ બોલાવા લાગી છે ત્યારે આજે 1 લી મે આ દિવસ એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે.
આપણે સૌ કોઈ આજના દિવસ વિશે જાણીએ છીએ, આજે 63મો સ્થાપના દિવસની રાજ્યમાં ઉજવણી થઈ રહી છે, આપણા ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960 ના રોજ થઇ હતી. ગુજરાતે આઝાદી બાદ વિકાસનો બેગણો લાભ ઉઠાવ્યો છે અને ગુજરાતનું નામ માત્ર દેશમાં જ નહી વિદેશમાં જાણીતું બન્યું છે.
ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહા ગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા છે. ખાંભી સત્યાગ્રહે 1918માં શરૂ થયેલી મહા ગુજરાત ચળવળને વેગ આપવાનું કામ કર્યું,કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે અલગ દેખવા માંગતી હતી વર્ષ ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું થયું ‘મહાગુજરાત આંદોલન’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડ્યો હતો અને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય તરીકે જાહેર કર્યું હતું. ત્યારથઈ આ દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે ઓળખાયો છે.
1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને ‘સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956’ના આધારે કરવામાં આવી હતી.
ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે.
. પ્રાચીનકાળમાં ગુજરાતને ‘પશ્ચિમ ભારતનું ઘરેણું’ પણ કહેવાતું હતું. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો