ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ […]

ભારતે બાંગ્લાદેશને ઉપલબ્ધ ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને ઉપલબ્ધ ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધી છે, કારણ કે તેણે તેના એરપોર્ટ અને બંદરો પર “ગંભીર ભીડ” હોવાનું જણાવ્યું હતું. આ સેવાનો ઉપયોગ કરીને, બાંગ્લાદેશ ભારતીય કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ કરીને ત્રીજા દેશોમાં માલની નિકાસ કરતું હતું. “બાંગ્લાદેશ સુધી લંબાવવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા છેલ્લા કેટલાક સમયથી આપણા એરપોર્ટ અને બંદરો પર નોંધપાત્ર […]

ગુજરાતના યુવક-યુવતીઓ નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કરી શકશે

ગાંધીનગરઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ 2025માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમાં યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત svim administrationના ફેસબુક પેજ પરથી મેળવવાનું રહેશે. […]

ગુજરાતઃ ઈકો વિલેજ સુરતના ધજમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી

રાજ્યના એક માત્ર ઈકો વિલેજ એવા સુરત જિલ્લામાં આવેલા માંડવીના ધજ ગામમાં વાંસ-લીપણમાંથી બનેલાં 60 ઘરોમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી છે. જ્યાં ફોન નેટવર્ક કે ગૂગલ મેપ પણ પહોંચ્યા નથી, જેથી ગામમાં પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જોવા મળે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું ધજ ગામએ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. જ્યાં […]

ગુજરાત પંચાયતી વિકાસમાં મોખરે: PAI ઇન્ડેક્સમાં દેશમાં પ્રથમ ક્રમ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને […]

ગુજરાતમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેઃ રાજ્યપાલ

ગાંધીનગરના સરઢવમાં ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મહોત્સવ દરમિયાન યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલે ખેડુતોને શીખ આપી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા ગાંધીનગરઃ જિલ્લાના સરઢવ ગામમાં નવનિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભ બાદ આ પ્રસંગે યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું […]

અમદાવાદ સહિત શહેરોમાં લાખો જૈનોએ એકસાથે નવકાર મંત્રનું પઠન કર્યું

અમદાવાદના જીઆઈડીસીના મેદાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો વડોદરા, સુરત, રાજકોટ, પાલીતાણા, ભાવનગર, બોટાદ સહિતના શહેરો કરાયું આયોજન વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો ઉદેશ્ય અમદાવાદઃ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજના ઉપક્રમે વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આજે અમદાવાદ સહિત શહેરોમાં નવકાર મંત્ર પઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code