ભારત 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની નજીક, ટેકનોલોજી નવીનતામાં ક્રાંતિ લાવશે

ભારત 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં ટેક્નોલોજી ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે 2030 સુધીમાં GDPમાં લગભગ $1,000 બિલિયનનું યોગદાન આપી શકે છે. આનાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે, જે માત્ર ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ હશે. નાસ્કોમના ચેરમેન રાજેશ નામ્બિયારે જણાવ્યું હતું […]

ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં […]

જે લોકો ભારત અને ચીન વિશે વાત કરે છે તેમણે ચીનીઓ સાથે સૂપ પીધો છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ‘ચીન સરહદ વિવાદ’ પર આપેલા નિવેદનની નિંદા કરી. તેમણે કોંગ્રેસના સાંસદને તેમના પક્ષના ભૂતકાળની યાદ અપાવી. ભાજપના સાંસદે દાવો કર્યો હતો કે ચીન ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરતું નથી. રાહુલ ગાંધીને જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ […]

સાઉથના સુપર સ્ટાર અજિત કુમારની આગામી ફિલ્મ ભારત કરતા પહેલા યુએસએમાં થશે રિલીઝ

અભિનેતા અજિત કુમારની આગામી ફિલ્મ ‘ગુડ બેડ અગ્લી’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારત પહેલા આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ થાય તેવી શકયતા છે. એટલું જ નહીં અમેરિકામાં ફિલ્મ ટિકિટનું બુકીંગ પણ શરૂ થઈ ગયું છે. માયથ્રી મૂવી મેકર્સે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ […]

અમદાવાદમાં પાન પાર્લરમાંથી બે દિવસમાં ઈ-સિગારેટનો 14 લાખનો જથ્થો પકડાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા મુંબઈથી ઈ- સિગારેટનો જથ્થો લવાયો હતો આરોપીઓ ઈ-સિગારેટનો જથ્થો કારમાં છુપાવીને રાખતા હતા અમદાવાદઃ શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. જેમાં હવે ઈ-સિગારેટનું ચલણ પણ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક પાનના ગલ્લે ઈ-સિગારેટ વેચાય રહ્યાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે

સાબરમતીના તટે તા. 8મી એપ્રિલથી બે દિવસ કોંગ્રેસનું અધિવેશન યોજાશે અધિવેશનમાં 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો હાજરી આપશે મહાનુભાવો માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમો તૈનાત કરાશે અમદાવાદઃ કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતીના તટે આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1800 જેટલા મહાનુંભાવો હાજરી આપશે. જેમાં 8 […]

અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં લાગી આગ

આગમાં લેબર કોલોનીની 6 ઓરડીઓ બળીને ખાક તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરેલા વેચાણ સ્ટોલમાં લાગી આગ, અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે આદ લાગવાના વધુ બે બનાવો ન્યા હતા. જેમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code