દેશની ભાજપ સરકારે લોકોના મુખનો કોળીયો છીનવી લીધાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ વર્ષ 2014 પહેલા મોંધવારીને મુદ્દે તત્કાલિન યુપીએ સરકાર સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતા. જો કે, છેલ્લા સાત વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં મોઘવારીએ માજા મુકી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સરકારે લોકોના મુખનો કોળિયો પણ છીનવી લીધો હોવાનું કહ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે એક બાજુ 7 વર્ષમાં ખેત ઉત્પાદનના ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે બીજી બાજુ 2014માં કપાસીયા તેલ(ડબ્બો) રૂ. 1040 માં મળતો હતો. જેના ભાવ વધીને અત્યારે રૂ. 2600 સુધી પહોંચી ગયા છે. સિંગતેલ (ડબ્બો) જે 2014માં રૂ. 1370 માં મળતો હતો, તેના ભાવ અત્યારે વધીને રૂ. 2800 સુધી પહોંચી ગયા છે.
LPG સિલેન્ડરના ભાવ 2014 માં રૂ. 410 હતા, જે 7 વર્ષમાં વધારીને રૂ. 834 કરી દેવાયા છે. અમૂલ ગોલ્ડ એક લિટર દૂધના ભાવ 2014 માં રૂ. 42 હતા જે વધારીને અત્યારે રૂ. 58 કરી દેવાયા છે. 2014 માં એક કિલો કઠોળના સરેરાશ ભાવ રૂ. 60 થી 80 હતા, જે વધારીને રૂ. 140 થી 180 કરી દેવાયા છે. આ ઉપરાંત શાકભાજી સહિતની અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે.
પરિણામે 2014માં મધ્યમ વર્ગના પરિવારની ગૃહિણો માસિક સરેરાશ રૂ. 15,000 ખર્ચમાં ઘર ચલાવતી હતી. જે માટે 2021 માં રૂ. 25,000 ખર્ચ કરવો પડી રહ્યો છે. પરિવારોની આવક વધવાની જગ્યાએ ઘટી છે અથવા છીનવાઈ ગઈ છે. ત્યારે મોંઘવારીમાંથી લોકોને રાહત આપવાની જગ્યાએ લૂંટેરી સરકાર ધાડપાડુ બનીને લોકોની બચત ઠીક મુખનો કોળીયો પણ છીનવી રહી