- દોઢ વર્ષમાં ઉતાર્યું 85 કિલો
- અનેક ફિલ્મ કલાકારો સાથે કર્યું કામ
મુંબઈઃ બોલીવુડના જાણા ડાંસ કોરોગ્રાફર ગણશ આચાર્યનો આજે જન્મદિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં ગણેશ આચાર્ય ખુબ જાણીતા છે. તેમણે ફિલ્મ અભિનેતા ગોવિંદાથી લઈને રણવીરસિંહ સુધીના અભિનેતાઓને ડાન્સ શીખવાડ્યો છે. આજ કારણે તેમની ભારતના સૌથી મોટા ડાન્સ કોરિયોગ્રાફરમાં ગણતરી થાય છે. ગણેશ આચાર્ય ડાન્સ ઉપરાંત પોતાના વજનના કારણે પણ ચર્ચામાં રહેશે. એક સમયે તેમનું વજન 200 કિલો સુધી પહોંચી ગયું હતું. જો કે, અચાનક તેમનામાં જોરદાર ટ્રાન્સફોર્મેશનની નજર જોવા મળી હતી. ગણેશ આચાર્યએ 98 કિલી જેટલુ વજન ઉતાર્યું છે.
તાજેતરમાં ગણેશ આચાર્ય કોમિડયન કપિલ શર્માના શોમાં આવ્યાં હતા. અહીં તેમણે પોતાની પુરી જર્નીની જાણકારી આપી હતી. તેમજ મુશ્કેલીના સમયમાં પરિવારે સાથે આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વજન ઓછુ કરવા માટે બે મહિના વર્કઆઉટ કર્યું હતું. ત્યાર બાદ 15 દિવસ તેમને તરતા શીખવાડવામાં આવ્યું હતું. ટ્રેનરે પાણીની અંદર ક્રંચેજ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આચાર્યને બોડીમાં ફર્ક જોવા મળ્યો હતો. તેઓ 75 મિનિટમાં 11 અલગ-અલગ પ્રકારની કસરત કરતા હતા. જેના કારણે દોઢ વર્ષમાં લગભગ 85 કિલો વજન ઉતર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોતાને થકાવવા માટે ખુબ ડાન્સ કરતો હતો. જેમ વજન ઓછું થતા ઝડપથી ડાન્સ કરતો થયો છું. તેઓ પહેલા 7એક્સેલ કપડાં પહેરતા હતા. આજે એલ સાઈઝના કપડા પહેરે છે. આમ જાડાપણાનો સામનો કરનારા લોકો માટે ગણેશ આચાર્ય એક આઈડિયલ બન્યાં છે. ગણેશ આચાર્યને સુંદર કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચુક્યો છે.