લોકસભા ચૂંટણીના પરિણામોની શેરબજાર ઉપર અસર, BSEમાં 4000થી વધારે પોઈન્ટનો કડાકો
મુંબઈઃ ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. એનડીએ અને ભારત ગઠબંધન વચ્ચેની ગાઢ હરીફાઈ વચ્ચે સેન્સેક્સ પ્રથમ વખત 4100 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. આ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે બજારમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. છેલ્લી સામાન્ય ચૂંટણીના પરિણામો પછી સેન્સેક્સની સ્થિતિ કેવી રહે છે તે જોવું રહ્યું.
લોકસભા ચૂંટણીના પરિણામો બાલ એક્ઝિટ પોલના તારણોને પગલે ગઈકાલે સોમવારે ભારતીય શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી હતી. બીએસઈમાં 2500થી વધારે અને એનએસસીમાં 700થી વધારે પોઈન્ટનો વધારો થયો હતો. પરંતુ આજે સવારથી જ લોકસભા ચૂંટણીના પરિણામોની અસર ભારતીય શેર બજાર ઉપર અસર જોવા મળી હતી. બીએસઈમાં એક હજાર પોઈન્ટ અને એનએસસીમાં 300થી વધારે પોઈન્ટનો ઘટાડો થયો હતો. જેમ જેમ લોકસભા ચૂંટણીના પરિણામોના તારણો સામે આવતા ગયા તેમ તેમ તેની અસર પણ બજાર ઉપર જોવા મળી હતી.