70ના દાયકાની મશહૂર અભિનેત્રી શર્મિલા ટાગોરનો આજે 77મો જન્મદિવસઃ જાણો તેમની રિલ અને રિયલ લાઈફ વિશેની કેટલીક વાતો
- અભિનેત્રી શર્મિલા ટાગોર આજે 77 વર્ષના થયા
- હજારો કરોડની સંપતિના છે માલિક
- નબાદ પટૌડી સાથે લગ્ન કરીને જીવી રહ્યા છે નવાબી લાઈફ
- ફિલ્મી સફળમાં તેમણે ધમાકેદાર ફિલ્મો આપી છે
મુંબઈઃ- બોલિવૂડમાં શર્મિલા ટાગોર નામ કોઈની ઓળખનું મોહતાજ નથી, શર્મિલા ટાગોર કે જે 70ના દાયકામાં એક મશહૂર અભિનેત્રીની ખ્યાતિ પામી ચૂક્યા છે,જેઓ આજે પોતાનો 77મો જન્મ દિવસ મનાવી રહ્યા છે,ફિલ્મી સફરની જો વાત કરવામાં આવે તો તેમણે સત્યજીત રેની બંગાળી ફિલ્મ ‘અપૂર સંસાર’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.
શર્મિલા ટાગોરનો જન્મ 1944 8 ડિસેમ્બરના રોજ ટાગોર પરિવારમાં થયો હતો. અને હા, તેઓ દૂરથી રવિન્દ્રનાથ ટાગોર સાથે સંબંધ પણ ઘરાવે છે. સુંદર અભિનેત્રીની અભિનય કારકીર્દિ પાંચ દાયકાથી વધુની છે. તેમણે 1959 માં થી જ આમતો પોતાની પ્રતિભા સાબિત કરી હતી જે પ્રમાણે તેમણે બંગાળી નાટક ધ વર્લ્ડ ઓફ અપુથી 14 વર્ષની વયે અભિનયની શરૂઆત કરી હતી.
ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે સુપર હીટ જોડી રહી
રાજશ ખન્ના સાથે પ્રથમ ફિલ્મ તેમણે વર્ષ 1969માં ‘આરાધના’ કરી હતી બસ ત્યારથી રાજેશ ખન્ના સાથે તેમની જોડી સૂપર ડૂપર હીટ રહી અને પછી ‘અમર પ્રેમ’, ‘સફર’, ‘માલિક’, ‘છોટી બહુ’, ‘રાજા રાની’માં જોવા મળી હતી. રાજેશ ખન્ના સિવાય શર્મિલાએ શશિ કપૂર સાથે સૌથી વધુ ફિલ્મો કરી હતી.
શર્મિલા બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ફિલ્મફેર એવોર્ડ અને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર છે. ભારત સરકારે સિનેમામાં તેમના યોગદાન બદલ 2013 માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.
આ સાથે જ શર્મિલા ટાગોર બિકીની પહેરનાર પ્રથમ અભિનેત્રી બન્યા હતા. તેણે ફિલ્મ ‘એન ઈવનિંગ ટુ પેરિસ’માં સ્વિમસૂટ પહેર્યો હતો. શર્મિલાએ 1966માં ફિલ્મફેર મેગેઝિન માટે બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ એ સમયે ઘણી ચર્ચામાં આવ્યું હતું.
શર્મિલાએ ભારતીય ટીમના કેપ્ટન મન્સૂર અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને કોલકાતામાં પહેલીવાર મળ્યા હતા ,4 વર્ષ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ અભિનેત્રીએ લગ્ન માટે હા પાડી. લગ્ન માટે બંનેના પરિવારજનોને મનાવવા સરળ નહોતા. કારણ કે શર્મિલા બોલ્ડ ઇમેજ ધરાવતી હતી. જેના કારણે પટૌડી પરિવાર તેને વહુ બનાવવામાં ખચકાટ અનુભવતો હતો. શર્મિલાએ મન્સૂર સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મનો પણ અંગીકાર કર્યો હતોવર્ષ 1969માં તેઓ લગ્નમાં જોડાયા, અને 1970 માં, શર્મિલા અને મન્સૂર એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ તેઓએ સૈફ અલી ખાન રાખ્યું . તે પછી, અભિનેત્રીએ સબા અને સોહા અલી ખાનને જન્મ આપ્યો. શર્મિલા સૈફ અલી ખાનના બાળકો તૈમૂર અલી ખાન, સારા અલી ખાન અને ઇબ્રહમ અલી ખાન અને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા નૌમી કેમ્મુની દાદી છે.
ઉલ્લેખનીય છે કે મન્સૂર અલી ખાન પટૌડી પટૌડી રજવાડાના નવમા નવાબ હતા. જેને ટાઇગર પટૌડી તરીકે પણ ઓળખવામાં આવે છે.શર્મિલા ટાગોરની અંદાજિત સંપત્તિ 2700 કરોડ રૂપિયા છે. આમ તો કુલ મિલકત પાંચ હજાર કરોડથી વધુની છે. દેશભરમાં પટૌડી રજવાડાના ઘણા મહેલો અને જમીનની મિલકતો ઘરાવે છે.