ફિલ્મ અભિનેતા આમીરખાન આ કારણોસર નથી બનતા એવોર્ડ ફંકશનનો હિસ્સો
મુંબઈઃ ઘણીવાર બોક્સ ઓફિસ ઉપર મોટા બેનરની બે ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળે છે. આ ટક્કરમાં એક ફિલ્મને ફાયદો થાય છે જ્યારે અન્ય ફિલ્મને ભારે નુકસાન થાય છે. સની દેઓલ અને આમિર ખાન બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતા મનાય છે. ઘણીવાર બંને અભિનિતાઓની ફિલ્મોની ટક્કર જોવા મળે છે અને બંને વિજયી થાય છે. આ બંને અભિનેતાઓ એક-બીજા સાથે વાત કરવાનું ટાળે છે.
જૂન 1990માં સની દેઓલ અને આમિરખાનની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ હતી. આમિર ખાનની દિલ અને સની દેઓલની ઘાયલ ફિલ્મ થીયેટરમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી. તેમજ બેસ્ટ એકટર માટે બંને હિરોના નામ પણ નોમીનેટ થયા હતા. જો કે, આ એવોર્ડ સની દેઓલને મળ્યો હતો. જેથી આમિર ખાન નારાજ થયાં હતા. તેમજ એવોર્ડ ફંકશનમાં નહીં થવાની કસમ ખાધી હતી. તેમજ આમીરખાને ફિલ્મફેર ઉપર આરોપ લગાવ્યો હતો. 1990 પછી આમીર ખાન અનેકવાર ફિલ્મફેયર એવોર્ડમાં નોમિનેટ થયાં હતા. પરંતુ પોતાની કસમને કારણે એવોર્ડ ફંકશનમાં જવાનું ટાળે છે. આજે પણ આમિરખાન કોઈ એવોર્ડ ફંકશનનો ભાગ બનતા નથી.
આમીર અને સની દેઓલની ફિલ્મનો કલેશ એકવાર નહીં અનેકવાર જોવા મળ્યો છે. દિલ અને ઘાયલ બાદ 1996માં ફરી એકવાર બંને અભિનેતાઓની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ હતી. સની દેઓલની ઘાતક અને આમીરખાનની રાજા હિન્દુસ્તાનીની ટક્કર જોવા મળી હતી. આ ઉપરાંત વર્ષ 2000માં સની દેઓલની સુપરહિટ ફિલ્મ ગદર અને આમીરખાનની લગાન એક જ દિવસે રિલીઝ થઈ હતી. એટલું જ નહીં સની અને આમીરખાન ડર ફિલ્મમાં સાથે કામ કરવાના હતા. જો કે, બાદમાં આમીરખાને ફિલ્મ કરવાનો ઈન્કાર કર્યો હતો.