ડ્રગ્સ રેકેટનો પર્દાપાશ : દિલ્હીમાંથી 2500 કરોડથી વધુની કિંમતના હેરોઈન સાથે ચારની ધરપકડ
- દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
- 350 કિલોથી વધુ હેરોઈનનો જથ્થો ઝડપાયો
- પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
મુંબઈઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી માદક દ્રવ્યોની હેરાફેરી કરનારાઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત આરંભી છે. દરમિયાન દિલ્હીમાંથી પોલીસે 2500 કરોડની વધુની કિંમતના હેરોઈન સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસની તપાસમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાપાશ થયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ્સ તસ્કરીના મોટા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરીને ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. સ્પેશિયલ સેલે 350 કિલોથી વધારે હેરોઈન સાથે 4 લોકોને ઝડપી લેવામાં આવ્યો હતો. હેરોઈનની કિંમત 2500 કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે 3 આરોપીઓને હરિયાણા અને એક આરોપીને દિલ્હીથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓના નામ બહાર આવે તેવી શકયતા છે.
સ્પેશિયલ સેલએ રાજધાનીમાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર આરોપીઓને પકડી લેવામાં આવ્યાં હતા. આ ઘટના દિલ્હીના રોહિણી અને દ્વારકા વિસ્તારમાં બની હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બે લૂંટારૂઓ યશપાલ અને વિકાસને રોહિણી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યાં હતા. યશપાલ લૂંટ અને મારામારી સહિતના 15 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે.
(Photo-Social Media)