ભાગેડૂ આરોપી વિજય માલ્યાની ઈડી પાસે ઝપ્ત કરોડોની સંપત્તિ હવે બેંકોને સોંપી દેવામાં આવશે
- વિજય માલ્યાની ઝ્પત સંપત્તિ બેંકોને સોંપાશે
- ઈડી પાસે માલ્યાની 5 હજાર કરોડથી વધુની મિલકત ઝપ્ત છે
દિલ્હીઃ- ભાગેડૂ વિજય માલ્યાના બેંક છેતરપિંડી કેસમાં, મુંબઇની વિશેષ અદાલતે ઇડી પાસે કબજે કરેલી સંપત્તિમાંથી 5646.54 કરોડની સંપત્તિ બેંકોને સોંપવાનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલે પીએમએલએ કોર્ટના ન્યાયાધીશ જે.સી. જગદાલે કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં બેંકોના વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે પરંતુ બેંકોને 6 હજાર 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કાલ્પનિક પણ નથી. ઇડી પાસે કબજે કરેલી સંપત્તિને બેન્કોને સોંપવાની મંજૂરી આપનારા વિતેલા અઠવાડિયાના કોર્ટના બન્ને આદેશ વિતેલા દિવસને બુધવારના રોજ સામે આવ્યા છે
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, દાવા કરનારી બેંકો જાહેર ક્ષેત્રની બેંકો છે અને તેઓ જાહેર નાણાંનો વ્યવહાર કરે છે. જેમ કે, બેંકોના દાવામાં કોઈ ખાનગી હિત હોઈ શકે નહીં. માલ્યાએ પોતે આ સંપત્તિમાંથી બેન્કોને નાણાં પરત આપવાની ઓફર કરી છે. જો બેંકોને નુકયસાન ન થયું હોય તો માલ્યા આમ શા માટે કરતે.
24 મેના રોજ કોર્ટે 4234.84 કરોડ રૂપિયા અને 1 જૂનના રોજ 1411.70 કરોડની સંપત્તિ બેંકોને આપવાનો આદેશ કજારી ર્યો હતો. જોકે, માલ્યાની વકીલોની ટીમે કોર્ટના આ આદેશને પડકાર્યો છે.વિજય માલ્યાના બેંક છેતરપિંડી કેસમાં, મુંબઈની વિશેષ અદાલતે કહ્યું કે, બેંકો દ્વારા 6,200 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કાલ્પનિક નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં થયેલા વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.