1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા, કોડીનારમાં 10 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ
સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા, કોડીનારમાં 10 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ

સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા, કોડીનારમાં 10 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ

0
Social Share

વેરાવળઃ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મહેરબાન થઈને બન્ને જિલ્લાઓને તરબોળ કરી દીધા હતા. કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા બન્ને તાલુકાના અનેક ગામો બેટ સમાન બન્યા હતા. અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અન્ય ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુત્રાપાડામાં થયેલા ભારે વરસાદના લીધે ઉંબરી ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. એક સામટો ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ભારે વરસાદના લીધે સુત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સોરઠ પંથક પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં વરસેલા ભારે વરસાદ બાદ બન્ને જિલ્લા પાણીમાં ગરકાવ થયા હતા. દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથમાં કોડીનાર અને સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉદભવી હતી. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયા હતા. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા હતા. અનેક ગામોમાં પાણી ભરાયા છે. માત્ર સૂત્રાપાડામાં રાત્રિ દરમિયાન 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આસપાસના તમામ ગામડાઓ તરબોળ થયા હતા. અનેક ગામોમાં પાણી ભરાયા છે. સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. અહીંની શેરીઓ નદી જેવી વહી રહી છે. આ કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં ભારે વરસાદની સૌથી વધુ અસર દરિયા કાંઠાના ગામોને થઈ હતી. અનેક ગામોમાં પાણી ભરાયાં છે. લોકોનું ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ છે. તો બુધવારે સવારે ઓફિસ જવા નીકળેલા રાહદારીઓ તથા સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. કોડીનારનું માલશ્રમ ગામ પાણી પાણી થઈ ગયુ છે. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ભારે વરસાદને પગલે વેરાવળ કોડીનાર નેશનલ હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. મોરડીયા પેઢાવાળા વચ્ચે અપાયેલું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થયુ હતું. ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂનો પુલ તોડી નાખ્યો નવો પુલ સમયસર પૂર્ણ ના કરાયો. જેથી સોમત નદીમાં પુર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું હતું. બંને તરફનો વાહન વ્યવહાર આ કારણે અટકી ગયો છે. રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા મજબૂર બન્યા છે. પુલની પેલે પાર જવા માટે મોટું જોખમ હોવા છતા લોકો આવામાં નીકળવામાં મજબૂર બન્યા હતા. નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારીનો ભોગ લોકો બન્યા હતા..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code