દેશમાં એપ્રિલ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવા માટે 69 ટકા વાલીઓ રાજી
દિલ્હીઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે માર્ચથી સ્કૂલ-કોલેજ બંધ કરાઈ હતી. જો કે, કોરોનાની રસીના આગમન સાથે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જો કે, એક સર્વે અનુસાર એપ્રિલ અને ત્યાર બાદ સ્કૂલમાં વિદ્યાર્થોને મોકલવા માટે 69 ટકા વાલીઓ તૈયાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં સંમગ્ર દેશમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કેટલાક રાજ્યો દ્વારા આગામી દિવસોમાં કોરોના ગાઈડલાઈન સાથે સ્કૂલ શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. 3 મહિના પહેલા 34 ટકા વાલીઓ પોતાના સંતાનો સ્કૂલ મોકલવા તૈયાર હતા. હવે વેકસીનના આગમન અને સંક્રમણના ઘટાડાને લઈને વાલીઓ તેમના સંતાનોને સ્કૂલમાં મોકરવા માટે તૈયાર છે. ભારતમાં એક લોકલ સર્કીલના ઓનલાઇન સર્વેમાં એ બાબત બહાર આવી છે કે 69 ટકા વાલી એપ્રિલ 2021 કે તે પછી બાળકોને સ્કુલ મોકલવા ઇચ્છે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કોરોનાને મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવી હતી. અનલોકમાં તંત્ર દ્વારા સ્કૂલ શરૂ કરવા માટે તૈયારીઓ કરી હતી. જો કે, કેટલાક રાજ્યોમાં સ્કૂલ ખોલ્યા બાદ વિદ્યાર્થીઓ સંક્રિમત થયાનું સામે આવ્યાં હતા. જેથી સ્કૂલ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને બીજી તરફ કોરોનાની વેકસીનને સરકારે મંજૂરી આપી છે. જેથી હવે તંત્ર દ્વારા સ્કૂલ ખોલવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.