આ રીતે પણ જાણી શકાય છે દરેક ભાષાનો હિન્દી અર્થ
આજના સમયમાં દરેક લોકોની ઈચ્છા હોય છે કે તે લોકો કોઈ વિદેશી ભાષાને શીખે અને જાણે, મોટાભાગના લોકોને અંગ્રેજી જાણવાનો શોખ વધારે હોય છે અને તેના માટે અનેક પ્રયાસ પણ કરતા હોય છે પણ આજે તમને એવી ટેક્નોલોજી વિશે બતાવીશે જેનાથી વિદેશની કોઈ પણ ભાષાને સરળતાથી શીખી શકાય છે અને જાણી શકાય છે.
આના માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ગૂગલ લેન્સ નામની એક એપ છે, જે યુઝર્સને ઘણી સુવિધાઓ આપવાનું કામ કરે છે. આ એપની મદદથી ટાઈપ કર્યા વિના સરળતાથી અનુવાદ કરી શકાય છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ લેન્સ પ્રી-ઇન્સ્ટોલ આવે છે, પરંતુ ક્યારેક તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરવી પડે છે.
ગૂગલ લેન્સ એપમાં ઘણા ફીચર્સ છે, જેની મદદથી યુઝર્સ QR કોડને સ્કેન કરવા સિવાય ફોટોમાં દેખાતા કન્ટેન્ટને ટાઈપ કર્યા વગર કોપી કરી શકે છે. આ સાથે, તે વસ્તુઓની ખરીદી વગેરેમાં પણ મદદ કરે છે. ગૂગલ લેન્સની અંદર એક હોમવર્ક ઓપ્શન છે, જે ખોલ્યા બાદ તેને પિક્ચર ક્લિક કરીને જવાબ શોધવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તે ઇન્ટરનેટ પર વિકલ્પમાં પરિણામ બતાવે છે.