જાણીલો મકરસંક્રાતિના દિવસનું શુભ મહુર્ત, આ દિવસે શું ન ખાવું જોઈએ અને શું કરવું જોઈએ તે પણ અહીં જાણો
- મકરસંક્રાતિ પર તામસી ખોરાક ટાળ
- ગરીબોને કરવું જોઈએ આ દિવસે દાન
હવે મકરસંક્રાતિને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ઘૂમધામથી મનાવવામાં આવે છો,તલસાકળી, ગોળ, શેરડી ,ખિચડી,ઊંઘીયું જલેબી જેવા વ્યંજનો મોટા ભાગના ઘરોમાં ખવાતા હોય છે,ગાયને ખિચડી ખવડાવામાં આવે છે આવું ઘણુંય લોકો આ દિવસે કરે છે પણ આજે સાચા અર્થમાં જાણીએ કે ઉતરાયણના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર,મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. તેથી જ આ દિવસે પિતા-પુત્રનું મિલન થાય છે. જ્યોતિષ અનુસાર મકરસંક્રાંતિના દિવસે કેટલાક કામો પર પ્રતિબંધ છે, આ કાર્યોને કારણે સૂર્ય ભગવાન હંમેશા માટે એકબીજાથી નારાજ થઈ શકે છે.
મકર સંક્રાતિનું શુભ મહૂર્ત
આ વર્ષે, મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સવારે 07.15 થી સાંજે 05.46 મિનિટ સુધી શુભ સમય રહેશે. મકરસંક્રાંતિનો શુભ સમય સવારે 7.14 થી 8.59 સુધીનો રહેશે.
મકરસંક્રાતિના દિવસે ન કરવા જોઈએ આ કામ
આ દિવસે તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. માઘ મહિનામાં કોઈપણ રીતે તામસિક, માંસાહારી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી.
આ તહેવારના દિવસે જો કોઈ જરૂરિયાતમંદ કે માંગવાવાળું તોઈ ઘરે આવે તો તેને ખાલી હાથે પરત ન કરો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે. તેમને તેમની ક્ષમતા અનુસાર દાન આપીને ઘરેથી વિદાય આપો.
આ દિવસે ખાસ શું કરવું જોઈએ
મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા કરો. તેની સાથે જ સૂર્યદેવને પણ જળ અર્પણ કરવું જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ દિવસે તલ-ગોળ અને ખીચડીનું દાન કરવું શુભ છે.
મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રેષ્ઠ ગંગા સ્નાન છે. આ દિવસે ગંગાજળનો ઘરમાં છાટકાવ કરીને ગંગાજળથી સ્નાન કરવું શુભ મનાઈ છે.
મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ બચેલો કે વાસી ખોરાક ન ખાવો. આ કારણે તમારી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ રહે છે.
મકરસંક્રાંતિ પર સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. આ વ્રત ભગવાન સૂર્ય નારાયણને સમર્પિત છે. આ દિવસે ભગવાનને તાંબામાં પાણી, ગોળ અને ઘી ચઢાવવામાં આવે છે..