અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ ભાજપના સંગઠનને રાજ્યમાં વધારે મજબુત કરવાના પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં બૂથ નંબર 2 પર પેજ પ્રમુખ બનીને પોતાની કામગીરી પૂર્ણ કરી છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ના માર્ગદર્શન અને સૂચના અનુસાર રાજકોટ વિધાનસભાના વોર્ડ નં. 10ના મારા બુથ નં. 2ના પેજ નંબર 22ની પેજ કમિટી બનાવવાનું કાર્ય પૂર્ણ કરી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીને સુપ્રત કરી.#MicroManagementofCRPaatil4BJPGuj pic.twitter.com/Brog730RF7
— Vijay Rupani (@vijayrupanibjp) December 10, 2020
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેજ પ્રમુખની કામગીરીના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ વખાણ કર્યાં હતા. તેમજ ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખને પાયો ગણાવ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ રાજકોટમાં વોર્ડ નંબર 10માં પેજ પ્રમુખ બન્યાં છે. આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સામાન્ય કાર્યકરની જેમ પેજ પ્રમુખ બનીને ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હોવાનું ભાજપના નેતાઓમાં ચર્ચાય રહ્યું છે. ભાજપના અન્ય ટોપ નેતાઓ પણ પેજ પ્રમુખ બની રહ્યાં છે. સી.આર.પાટીલ પણ મજૂરા વિધાનસભાના બૂથ 94ના એક પેજના પ્રમુખ બન્યાં છે.
ગુજરાત રાજ્યનાં માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું કાર્ય પૂર્ણ કરી આપણને સૌને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/S2jDBkwrA6
— C R Paatil (@CRPaatil) December 10, 2020
ભાજપમાં દરેક વિસ્તારની ચૂંટણીપંચની મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી સોંપવામાં આવે છે.