કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ
નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ પણ ચર્ચામાં આવ્યાં હતા. જો કે, બંને નેતાઓ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરી દીધું છે. બંન્ને નેતાઓએ કોંગ્રેસ મુખ્યાલય પહોંચીને નામાંકન દાખલ કર્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેના ઉમેદવારી દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની, પવન બંસલ, આનંદ શર્મા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક, પૃથ્વીરાજ ચૌવ્હાણ, અવિનાશ પાંડે, મનીષ તિવારી, રાજીવ શુક્લા અને રઘુવીર મીણા સહિત અન્ય વરિષ્ઠનેતા હાજર રહ્યા.
કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થયા બાદ અશોક ગેહલોતના નામની ચર્ચા વહેતી થઈ હતી. જો કે રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ બાદ ગેહલોત અધ્યક્ષ પદની રેસમાંથી થઈ ગયા હતા.
દિગ્વિજય સિંહે કહ્યું કે, દલિત-આદીવાસી અને ગરીબના મામલે સમાધાન નથી કરતો, મારી નિષ્ઠતા કોંગ્રેસ સાથે છે તેની સાથે સમાધાન નહીં કરું, સામ્પ્રદાયીક મામલે સમાધાન નહીં કરું, સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે ઉમેદવારી ફોર્મ ભરવાનું હોવાનું માલુમ પડતા મે ઉમેદવારી નોંધાવવાનું માંડી વાળ્યું છે.