નવરાત્રીમાં તમારા ચણીયાચોળી સાથે તમારી હેરસ્ટાઈલને કરો મેચ, આ રીતે હેરસ્ટાઈલને આપો આકર્ષક લૂક
સામાન્ય રીતે નવરાત્રીમાં ઘણી યુવતીઓ વાળ ખુલ્લા જ રાખે છે,જો કે આવી સ્થિતિમાં 2 થી 3 કલાક ગરબે ઘૂમ્યા બાદ વાળમાં ,ગરદનમાં ગરમી થવા લાગે છે પસીનાના કારણે મેકઅપ પણ ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો તો સ્ટાઈલીશ દેખાવવા માટે અંબોડો કે ઊંચા વાળ બાંધી ને અવનવી હેરસ્ટાઈલ કરી શકો છો, જેનાથઈ તમે વધારે સમય સુધી કમ્ફર્ટેબલ ફીલ કરશો અને આ હેરસ્ટાઈલને મોગરા, ગુલાબ જેવા ફૂલોથી શુશોભીત પણ કરી શકો છો.
ફૂલ કવર બન
આ હેરસ્ટાઈલને તમે સ્પેશિયલ ફંક્શન કે લગ્ન પ્રસંગમાં કરી શકો છો. આ માટે, તમે વાળને કાંસકો કરો અને પાછળના ભાગમાં નીચો બન બનાવો. હવે વાળને ગજરાથી સંપૂર્ણપણે યુ પીનની મદદથી ઢાંકી દો.
બન સિંગલ સ્ટ્રેંડ
આ હેયર સ્ટાઈલ કરવી ખૂબ જ ઈઝી છે, જેને તમે સરળતાથી કરી શકો છો. તેના માટે તમને એક લોબન બનાવવુ પડશે. તમે ઈચ્છો તો વાળની વચ્ચે માંગ કાઢી અને એક અંબૂડો બનાવો. હવે આ અંબૂડા પર સિંગ ગજરાને લપેટી તેને યૂપિન કરી લો.
ચેક્સ બન
જો તમે નવરાત્રીમાં વાળમાં સજાવટ કરવા માંગો છો, તો તમારે ગજરાથી બેસ્ટ ઓપ્શન બીજો નહી હોય.આ માટે, તમે સૌપ્રથમ બધાજ વાળ લઈને વાળને વિખેરી એક મોટો અંબોળો બનાવો ત્યાર બાદ જારીવાળઆ ગજરાથઈ તેને શુશોભીત કરો લોંગ ટાઈમ હેર સ્ટાઈલ રહેશે અને ગરમી પણ નહી થાય