ભારતીય વાયુસેનાની તાકાતમાં કરાશે વધારોઃ 70 હજાર એકે-103 રાઈફલની તાત્કાલિક કરશે ખરીદી
- દેશની વાયુસેનાની તાકાતમાં વધારો થશે
- ઈમરજન્સી ઘોરણે ખરીદશે એકે 103 રાયફલ
- 70 હજાર જેટલી એક 103 રાયફલની ખરીદી કરશે
દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે, અવનવી ટેકનોલોજીથી સેનાઓ સજ્જ થઈ રહી છે,ત્યારે હવે સેનાને નવા સંસાધનો ખરીદવા માટે મંજૂરી મળી ચૂકી છે,જેને લઈને સેનાની તાકાતમાં ઓર વધારો થશે, ભારતીય વાયુસેનાએ રશિયા સાથે 70 હજાર AK-103 એસોલ્ટ રાઇફલો ખરીદવા માટે કરાર કર્યો છે. કટોકટીની જોગવાઈઓ હેઠળ ખરીદવામાં આવી રહેલી આ રાઈફલો ભારતીય એરફોર્સ સાથે પહેલાથી જ સ્વદેશી ઉત્પાદિત INSAS રાઈફલોનું સ્થાન લેશે.
હાલ અફઘાનની સ્થિતિને લઈને વિયસ્વમાં ચિંતા ફેલાઈ રહી છે ત્યારે ઈન્ડિન એર ફોર્સે આ ઈમરજન્સી ખરીદીનો નિર્ણય અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથે લાગેલા અમેરિકી સૈનિકોના આધુનિક હથિયારો ભારતમાં કાર્યરત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંગઠનો સુધી પહોંચવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ લીધો છે.
મળતી માહિતી પ્રમાણે ઈન્ડિય એર ફોર્સ એ હાલમાં 1.5 લાખથી વધુ નવી એસોલ્ટ રાઇફલની અનિવાર્યતા સર્જાય છે. આવનારા કેટલાક મહિનાઓમાં આમાંથી લગભગ 70 હજાર જેટલી રાઈફલોની સંભવિત ડિલિવરી સાથે ઈન્ડિન એર ફોર્સના જવાનો આતંકવાદી હુમલાઓનો વધુ અસરકારક રીતે સામનો કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કટોકટીની પ્રાપ્તિની જોગવાઈ ભારતીય લશ્કરની ત્રણ અંગો તેમની યુદ્ધની તૈયારીમાં નિર્ણાયક તફાવતને દૂર કરવા માટે છે. આ અંતર્ગત, સશસ્ત્ર દળો પોતાની પસંદગીનું હથિયાર પસંદ કરી શકે છે અને પ્રાપ્તિની સીધી પદ્ધતિ પસંદ કરી શકે છે, જે એક વર્ષની અંદર પહોંચાડી શકાય છે.