અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને મુક્ત કરાયા
- અમદાવાદમાં કોરોના
- શહેરના 21 વિસ્તારોને માઈક્રોકન્ટેનમેન્ટમાંથી હટાવાયા
- માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો
અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે પણ તંત્ર દ્વારા 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી હટાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. શહેરમાં નવા 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે.
21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેના કારણે અમદાવાદમાં હવે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 114થી ઘટી 105 થઈ છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.