ઉત્તરપ્રદેશઃ કોરોનાનું સંક્રમણ વધતા ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કરાઈ- નવી માર્ગદર્શિકા જારી
- ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ
- કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ
લખનૌ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.
સાવચેતીના ભાગરુપે મુખ્ય સચિવ આર કે તિવારીએ કોરોનાના સંક્રમણને અટકાવવા નવી માર્ગદર્શિકા જારી કરી છે.તેમણે આપેલી માહિતી પ્રમાણે રાજ્યોમાં કોરોનાના સતતવધારો થયો છે, બહારથી આવતા મુસાફરોના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન વગેરે પર એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. જે વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણ જણાશે તો પછી તેનો RTPCR ટેસ્ટ પણ કરવામાં આવશે.
વિતેલા દિવસના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને અટકાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યા છે, અધિકારીઓએ કહ્યું કે કોરોના પ્રતિબંધિત વિસ્તારોમાં લોકોને એકત્રીત થવાની મંજૂરી આપવામાં નહી આવે, આ સાથે જ આ પ્રતિબંધો આવનારા હોળીના તહેવારોમાં પણ યથાવત રાખવામાં આવશે.
સાહિન-