માથામાં દુખાવો થવાની સમસ્યા રહે છે? તો માથામાં મસાજ માટે આ તેલ છે બેસ્ટ
આજકાલનું ભાગદોડવાળુ જીવન, ઘરના ચલાવવાની ચિંતા, બાળકોના ભણતરના ખર્ચા, ઘર ચલાવવાની જવાબદારી, ઓફિસનું કામ, આ બધુ સંભાળતા મોટાભાગના લોકોને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. લોકોને રોજ સાંજે માથું દુખે તેવી સમસ્યા થવા લાગી હોય છે પણ હવે જે લોકોને આ સમસ્યા છે તે લોકોએ આ તેલનો ઉપયોગ માથામાં મસાજ કરવા માટે કરવો જોઈએ કારણ કે તેનાથી રાહત મળે છે.
કુદરતી ફાયદાઓ ધરાવતું આ તેલ માત્ર માથાનો દુખાવો, ખંજવાળ, ટેનિંગ અને ત્વચા પર સોજો ઘટાડવામાં અસરકારક નથી. તમને બજારમાં કેમોલી તેલના ઘણા ઉત્પાદનો સરળતાથી મળી જશે. માથાનો દુખાવો થવા પર આ તેલના થોડા ટીપા લો અને તેને કપાળ પર લગાવીને માલિશ કરો. બાય ધ વે, જો તમે ઇચ્છો તો રોજ રાત્રે સૂતા પહેલા તેની મસાજ કરી શકો છો.
આ પછી છે લવંડર તેલ કે જે ત્વચા અને વાળની સંભાળ સિવાય શરીરની સંભાળમાં શ્રેષ્ઠ છે. ઘણીવાર તમને કામના બોજ, જવાબદારીઓ અને થાકને કારણે માથાનો દુખાવો થાય છે, તો તમારે લવંડર તેલનો ઉપયોગ કરવો જોઈએ. આના થોડા ટીપાં માથાનો દુખાવો ઓછો કરશે અને તમે હળવાશ અનુભવી શકશો. જો કે તે આવશ્યક તેલ છે, તેને ત્વચા પર સીધું લગાવવાને બદલે તેને નારિયેળ અથવા અન્ય તેલ સાથે મિક્સ કરીને જ ઉપયોગ કરો.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો માથામાં દુખાવાની સમસ્યા વધારે જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.