1. Home
  2. ગુજરાતી
  3. Thumbnail  PAN 2.0 નવું પાનકાર્ડ કઢાવવું કેમ જરૂરી?
Thumbnail  PAN 2.0 નવું પાનકાર્ડ કઢાવવું કેમ જરૂરી?

Thumbnail  PAN 2.0 નવું પાનકાર્ડ કઢાવવું કેમ જરૂરી?

0
Social Share

પાનકાર્ડ માટેનો પ્રોજેક્ટ PAN  2.0 પ્રોજેક્ટને  કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જે હેઠળ પાન કાર્ડ સિસ્ટમને અપડેટ કરાશે અને કર પ્રણાલીને વધુ પારદર્શી અને સુવિધાજનક બનાવવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે તેમા કયા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ હવે ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. PAN 2.0 પ્રોજેક્ટ અમલમાં આવતા જુના પાન કાર્ડ નકામા થઇ જશે, કેન્દ્ર સરકારના દ્વારા  ડિજિટલ ઈન્ડિયાને  અનુરૂપ નાગરિકોને ટુંક સમમયાં ક્યુઆર કોડ (QR Code) ફીચર ધરાવતા નવા પાન કાર્ડ આપવામાં આવશે.

પાન 2.0 પ્રોજેક્ટ પાછળ કેન્દ્ર સરકાર 1435 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,પાન કાર્ડ આપણા જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. મધ્યમ વર્ગ, નાના વેપારીઓ તમામ માટે તે મહત્વપૂર્ણ છે. પાન 2.0 પ્રોજેક્ટ અંતર્ગત સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરીને ક્યુઆર કોડ ફીચર વાળા નવા પાન કાર્ડ જારી કરવામાં આવશે. પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન થશે.

આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તમારું જુનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ હતુ કે, તમારા હાલના પાન કાર્ડ નંબર બદલાશે નહીં. અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે, ત્યારબાદ તમને કયુઆર કોડ ફીચર વાળું એક નવું પાન કાર્ડ મળશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે, પાન કાર્ડ અપગ્રેડેશન નિઃશુક્ત રહેશે અને તમને ડિલિવર કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીયે તો એટલે કે પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ નવા પાન કાર્ડ માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

ભારતમાં હાલ 78 કરોડ પાન ધારકો છે, તે બધા એ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરવા પડશે. વર્તમાન પાનધારકો માટે પાન નંબર એ જ રહેશે, માત્ર પાન કાર્ડ અપગ્રેડ કરવાની જરૂર પડશે.

  •  ફાયદા અને સુવિધા 

પાન 0 પ્રોજેક્ટથી કરદાતા અને વેપારીઓને સારી સુવિધા મળશે

ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ઝડપી બનશે

નકલી પાન કાર્ડ પર લગામ લાગશે. પાન કાર્ડ વડે નાણાકીય ગેરરીતિ અને કૌભાંડ અટકશે

તમામ સરકારી સેવા માટે સિંગલ ID બની જશે. ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવાઓ માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.

પાન 0 પ્રોજેક્ટ મારફતે ટેક્સ ક્લેક્શન વધુ પારદર્શી બનશે અને કર ચોરી અટકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code